હોકી વર્લ્ડ કપ: ભારત-બેલ્જિયમ વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો
હરમનપ્રીત સિંહ અને સિમરનજીત સિંહે 1-1 ગોલ કર્યો
ભુવનેશ્વર :ભારત અને બેલ્જિયમ વચ્ચે રમાયેલી હોકી વર્લ્ડ કપ પૂલ-સીના મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો ભુવનેશ્વરમાં દર્શકોથી ખચાખચ ભરેલા કલિંગા સ્ટેડિયમમાં વિશ્વની ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમે સારી શરૂઆત કરી પરંતુ ભારતે મજબૂત ટક્કર આપી હતી. ભારત માટે હરમનપ્રીત સિંહ અને સિમરનજીત સિંહે 1-1 ગોલ કર્યો હતો.
બેલ્જિયમની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને શરૂઆતી મિનિટમાં જ પેનલ્ટી કોર્નર હાસિલ કર્યું હતું. પરંતુ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશે શાનદાર બચાવ કર્યો અને પ્રવાસી ટીમને ગોલ કરવામાં સફળતા ન મળી. ત્યારબાદ મેચની આઠમી મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી કોર્નર મળ્યો જેના પર એલેક્જેન્ડર હેન્ડ્રિક્સે ગોલ કરીને પ્રવાસી ટીમને લીડ અપાવી હતી.
પહેલા ક્વાર્ટરની સમાપ્તિ પર બેલ્જિયમની લીડ યથાવત રહી હતી. બીજા ક્વાર્ટરમાં પણ બેલ્જિયમના ખેલાડીઓના પક્ષમાં બોલ વધુ સમય સુધી રહ્યો હતો. હાફ ટાઇમ સુધી સ્કોર બેલ્જિયમના પક્ષમાં રહ્યો હતો.