ખેલ-જગત
News of Wednesday, 3rd October 2018

કોહલી અને રાહુલે સાથે ડિનર લીધુ, તો શાસ્ત્રીએ બાજરાનો રોટલો ઉંધીયાનો સ્વાદ માણ્યો

ખંઢેરીના મેદાનમાં ભારતીય ટીમે પ્રેકટીસ કર્યા બાદ હોટલ ફોર્ચ્યુનમાં સ્વીમીંગ કર્યુ હતું બાદમાં કોહલી અને લોકેશ રાહુલે સાથે ડિનર લીધુ હતું, તેઓએ રૂમમાં વેજ કિલયર શુપ અને મનચાઉ હરભરા કબાબ, મેથી પાપડ અને શબ્જી લીધી હતી, જયારે કોચ રવિ શાસ્ત્રીએ કાઠીયાવાડી ઉંધીયુ અને બાજરાનો રોટલાનો સ્વાદ માણ્યો હતો. જયારે વાઈસ કેપ્ટન અજિંકય રહાણેએ હોટલની રેસ્ટોરન્ટમાં આવી મેકસીકન ફૂડનો સ્વાદ માણ્યો હતો. સાથે સાથે બાજરાનો રોટલો અને ખીચડી, કઢી અને ઉંધીયાનો પણ સ્વાદ માણ્યો હતો.  તેમ હોટલ ફોર્ચ્યુનના સેલ્સ એન્ડ માર્કેટીંગ હેડ શ્રી ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું.(૩૭.૧)

(4:10 pm IST)