ખેલ-જગત
News of Wednesday, 3rd July 2019

ટેનિસની દુનિયાની ૧૫ વર્ષની નવી સ્ટાર ખેલાડી કોરી ગોફઃ વિનસ વિલિયમ્સને હરાવી

જીત બાદ કહ્યું મને પણ વિશ્વાસ નથી કે મેં વિનસને હરાવી, હું નસીબદાર છું

વિમ્બલ્ડન : ટેનિસની દુનિયાની નવી સ્ટાર કોરી ગોફે વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં મોટો અપસેટ સજર્યો છે. ૧૫ વર્ષની કોરી ગોફે ટેનીસ કોર્ટ પર તે ખેલાડીને પરાજય આપ્યો છે જે તેની આદર્શ હતી. કોરી ગોફે ૬-૪, ૬-૪ના સીધા મુકાબલામાં પાંચ વખત વિમ્બલ્ડનની ચેમ્પિયન રહી ચૂકેલી વિનસ વિલિયમ્સને પરાજય આપ્યો હતો. આ મુકાબલો વિમ્બલ્ડનના ઓલ ઈંગ્લેન્ડ કલબમાં રમાયો હતો.

આ જીત સાથે કોરી ગોફ વિમ્બલ્ડન માટે કવોલીફાય કરનારી સૌથી યુવા ખેલાડી બની છે. આ જીત બાદ કોરી ગોફે કહ્યું હું સુપર સોકડ છુ, સાથે હું નસીબદાર છું કે વિમ્બલ્ડને મને વાઈલ્ડ કાર્ડ આપ્યુ અને મને રમવાની તક મળી. મને કયારેય આશા ન હતી કે હું કરી શકીશ.

ગોફે પ્રથમ સેટ ૩૫ મિનિટમાં જીત્યો હતો અને સંપૂર્ણ મેચ દરમિયાન તે જરાય નર્વસ દેખાઈ નહોતી. આ મેચ જીત્યા બાદ ગોફે કહ્યું, મેં પહેલા પણ કહ્યું હતું કે મહાન બનવા ઈચ્છુ છું. જયારે હું આઠ વર્ષની હતી ત્યારે મારા પિતા મને કહેતા હતા કે હું કરી શકું છું. સાચુ કહુ તો મને હજી પણ વિશ્વાસ નથી બેસતો.

(3:53 pm IST)