News of Tuesday, 3rd July 2018
પત્રકાર રજત શર્મા બન્યા દિલ્હી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ
ભારતીય ટીમને વર્લ્ડકપ જીતાડનાર ભૂતપૂર્વ ક્રિકેટર મદનલાલને ૫૧૭ મતથી હરાવી પત્રકાર રજત શર્મા દિલ્હી એન્ડ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન (ડીડીસીએ)ના નવા અધ્યક્ષ બન્યા હતા. ડીડીસીએ માટે થયેલી ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તમામ ૧૨ સીટ રજત શર્માના ગ્રુપે જીતી હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી લોઢા સમિતિએ કરેલી ભલામણને અમલમાં મૂકનાર ડીડીસીએ પહેલુ એસોસીએશન બન્યુ હતું. જેમાં પ્રોકસી વોટને હટાવવામાં આવ્યા હતા. અંદાજે ૩૦૦૦ લોકોએ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં રજત શર્માને ૧૫૩૧, મદનલાલને ૧૦૦૪ તેમજ આ સ્પર્ધામાં રહેલા ત્રીજા ઉમેદવારને ૨૩૨ મત મળ્યા હતા. રજત શર્મા એક પ્રાઈવેટ ન્યુઝ ચેનલના ચેરમેન અને એડીટર ઈન ચીફ છે.(૩૭.૧)
(3:54 pm IST)