લાલા, સિરાજ સબકો સ્ટાર્ટ સે હી લગા દેંગેઃ કોહલી-શાસ્ત્રીજીની વાતચીતનો ઓડીયો લીક
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે તૈયાર છે. ન્યૂઝીલેન્ડની સામે ૧૮-૨૨ જૂન સુધી યોજાનાર આ ખિતાબી મુકાબલા માટે વિરાટ બ્રિગેડ મુંબઇથી ઇંગ્લેન્ડ માટે રવાના થતા પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પત્રકાર પરિષદ કરી હતી. ત્યારે એક ચોંકાવનારી ઘટના બની. વાત એમ હતી કે બંને વાતચીત કરી રહ્યા હતા અને તેમને ખબર નહોતી કે તેઓ લાઇવ છે. આ વાતચીતનો ઑડિયો લીક થઇ ગયો છે.
લીક ઓડિયોમાં વિરાટ કોહલી કહી રહ્યો છે કે આપણે તેમને રાઉન્ડ ધ વિકેટ નાંખીશું, લેફ્ટ હેન્ડર્સ છે, લાલા, સિરાજ બધાને શરૂઆતથી જ લગાવી દઇશું. કોહલીની આ વાત સાથે રવિ શાસ્ત્રી સહમત લાગતા હોય તેમ કહે છે.
આ ઓડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. બંનેની વાત પરથી એવો અંદાજો લગાવી શકાય કે તેઓ ઝડપી બોલર્સ મોહમ્મદ સિરાજ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો હોઇ શકે છે.