ટીમ ઈન્ડિયા જીતે તે માટે ધોનીની માતાએ વિશેષ પૂજા કરી
લંડન,તા.૩ : ૨૦૧૯ના વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે. રાઉન્ડ ફોર્મેટ વિના રમાનારા આ વર્લ્ડકપમાં કુલ ૧૦ ટીમો એકબીજા સામે રમશે. બે પ્રેક્ટિસ મેચો રમ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ૫મી જૂને પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સાથે રમશે.
આ માટે ટીમ ઇન્ડિયાએ ગ્રાઉન્ડમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે. ધોનીની ઉપસ્થિતિમાં ટીમ ઇન્ડિયા આ માટે વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદારોમાંથી એક છે. ટીમમાં મેચ પહેલા સોશ્યલ મીડિયા પર ધોનીની માતાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે, ધોનીની માતા દેવકીએ ટીમ ઇન્ડિયાની જીત માટે પૂજા-અર્ચના કરી છે. આ માટે ધોનીની માતાએ રાંચી સ્થિત પ્રાચીન દિઉડી મંદિરમાં જઈને પૂજા કરીને ટીમ ઇન્ડિયા જીત માટેની પાર્થના કરી. પૂજા પછી જણાવ્યુ કે, તેમને પૂરો વિશ્વાસ છે કે તેમનો દિકરો વર્લ્ડકપ જીતીને આવશે. તો પૂજારીએ જણાવ્યું કે ધોનીની માતા મંદિરે આવ્યા હતા અને વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી.