ખેલ-જગત
News of Monday, 3rd May 2021

રાયુડુએ તોડયું મુંબઇ ઇન્ડિયન્સનું ફ્રિજ

ચેન્નઇ અને મુંબઇ વચ્ચેની શનિવારની મેચમાં બન્ને ટીમ પાસેથી જબરદસ્ત ફટકાબાજી જોવા મળી હતી. ચેન્નઇ તરફથી અંબાતી રાયુડુએ, જયારે મુંબઇ વતી કિરોન પોલાર્ડે ધડબડાટી બોલાવી હતી. સિકસર્સના વરસાદમાં આ બન્ને ખેલાડીઓએ અનુક્રમે ૭ અને ૮ મળી કુલ ૧પ સિકસર ફટકારી હતી. એવામાં રાયુડુએ ૧૭મી ઓવરના છેલ્લા બોલમાં એક એવી સિકસર ફટકારી કે બોલ સીધો મુંબઇ ઇન્ડિયન્સના ડગઆઉટમાં રાખેલા રેફ્રિજરેટરના કાચના દરવાજાને લાગ્યો અને કાચના ટુકડા થઇ ગયા. એ ઓવર જસપ્રીત બુમરાહે નાખી હતી. રાયુડુની આ સિકસરનો વિડિયો ઘણો વાઇરલ થયો છે.

(3:35 pm IST)