ખેલ-જગત
News of Friday, 3rd April 2020

અમારૂ હાસ્ય નકલી હોઇ શકે છે, પરંતુ અમે તેવા નથી, ઘરમાં રહો, સ્‍વસ્‍થ રહો, સુરક્ષિત રહોઃ વિરાટ કોહલી અને અનુષ્‍કા શર્માએ ઘરેથી તસવીરો શેર કરી

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને કારણે હાલ તમામ ખેલાડી ક્રિકેટથી દૂર છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી  અને તેની પત્ની અનુષ્કા શર્મા  એક સાથે સમય પસાર કરી રહ્યાં છે. તેને લઈને વિરાટે ટ્વીટર પર અનુષ્કાની સાથે 2 તસવીરો શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે, 'અમારૂ હાસ્ય નકલી હોઈ શકે છે, પરંતુ અમે તેવા નથી, ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.'

ક્રિકેટની રમત હજુ થોભી ગઈ છેય આઈપીએલ 2015ને 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. આ સાથે ફિલ્મોનું શૂટિંગ પણ રદ્દ થઈ ચુક્યું છે, તેવામાં અનુષ્કા પણ ઘર પર પોતાના પતિનો સાથ આપી રહી છે. 15 એપ્રિલ સુધી દેશભરમાં લૉકડાઉન છે. સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે, વિરાટે પણ અપીલ કરી હતી કે લોકો કોરોના વાયરસ સામે લડવા ઘરની બહાર ન નિકળે.

આ સ્ટાર જોડીએ કહ્યું હતું કે, તે પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં દાન કરશે. જેથી કોરોના વાયરસ જેી ખતરનાક બિમારી સામે લડવામાં મદદ મળી શકે. આ પહેલા અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે લૉકડાઉન દરમિયાન પતિ વિરાટના હેર કટ કરી રહી છે.

(5:03 pm IST)