ખેલ-જગત
News of Wednesday, 3rd March 2021

ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા ડ્રોની જરૂર

કાલથી ચોથો ટેસ્ટઃ આ ટેસ્ટના પરિણામમાં ઓસ્ટ્રેલીયાની પણ નજર રહેશે : બુમરાહના સ્થાને સિરાજના સમાવેશની શકયતાઃ પિચ સ્પિનરો માટે મદદગાર

અમદાવાદ,તા.૩: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મોટેરા ખાતે આવતીકાલ ગુરુવારથી શરૂ થશે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે ફકત એક ડ્રોની જરુર છે. જ્યારે ઇંગ્લેન્ડની નજર ટેસ્ટ જીતીને સ્કોર ૨-૨થી સરખો કરવા પર રહેશે. ઇંગ્લેન્ડે આ ટેસ્ટ શ્રેણીનો પ્ર ારંભ વિજયથી કર્યો હતો, પરંતુ ચેન્નાઈ ટેસ્ટ હાર્યા પછી તેણે લય ગુમાવી હતી અને અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ પણ હારીને ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી પાછળ પડી ગયું હતું.

ત્રીજી ટેસ્ટ નિયમિત રીતે લાલ બોલથી જ રમાશે અને તે ડે મેચ હશે. આ પીચ બીજી ટેસ્ટની પીચથી ખાસ અલગ રહે તેવી સંભાવના નથી. ઇંગ્લેન્ડના સ્પિનર જેક લીચે જણાવ્યું હતું કે તેમની ટીમના ડ્રેસિંગ રૂમમાં પીચ અંગે ખાસ ચર્ચા થતી નથી, પરંતુ રમવાની તૈયારીઓ અંગે ચર્ચા થાય છે. અમે આ અનુભવથી ઘણું શીખ્યા છીએ અને અંતિમ ટેસ્ટ જીતીને સિરીઝ ૨-૨થી ડ્રો કરવા પર અમારું ધ્યાન છે. ઇંગ્લેન્ડ જો અંતિમ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું તો બંને દેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી ૨-૨થી ડ્રો થશે અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આમ ઓસ્ટ્રેલિયાની નજર પણ અંતિમ ટેસ્ટ પર છે.

આ અંગે એવો ગણગણાટ થઈ રહ્યો છે કે ઇંગ્લેન્ડ અંતિમ ટેસ્ટમાં ઓફ સ્પિનર બેસને રમાડે તેવી પૂરેપૂરી સંભાવના છે. પરંપરાગત લાલ બોલ વડે મેચ રમાવવાની હોવાના કારણે ઇંગ્લેન્ડ રાહત અનુભવશે. ભારત બુમરાહના સ્થાને ઉમેશ યાદવ કે સિરાજને સમાવીને બાકીની ટીમ જાળવી રાખે તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત ભારતના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ જણાવ્યું હતું કે ચોથી ટેસ્ટની પીચ પણ બીજી અને ત્રીજી ટેસ્ટની પીચ જેવી રહેવાની સંભાવના છે. ત્રીજી ટેસ્ટમાં પણ પીચ તો બીજી ટેસ્ટ જેવી હતી, પરંતુ પિન્ક બોલના લીધે ફેર પડયો હતો. દરેક બેટ્સમેને આ પ્રકારની પરિસ્થિતિ સાથે  સાધવુ પડે છે. પિન્ક બોલ લાલ બોલની તુલનાએ વધારે ઝડપથી આવે છે. આ પીચ પર હવે અમારે કેવી રીતે રમવું તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. ઇંગ્લેન્ડની ટીમ ઘણી સારી છે અને સંતુલિત છે. ેતઓ પ્રથમ ટેસ્ટમાં સારૃં રમ્યા હતા. અમે સિરીઝમાં આગળ હોવા છતાં પણ તેને જરાપણ હળવાશથી નહીં લઈએ. આ વધુ એક ટેસ્ટ મેચ છે અને અમારે અમારૃં શ્રેષ્ઠ આપવાનું છે.

ડીઆરએસના લીધે બેટ્સમેનોની માનસિકતા બદલાઈ હોવાનું કહેતા રહાણેએ કહ્યું હતું કે તેના કારણે બેટ્સમેનોની માનસિકતા પર કોઈ ફેર પડયો નથી. વાસ્તવમાં આ સિસ્ટમ ટીમને મદદ કરે છે. તેના દ્વારા તમે લેવાયેલા નિર્ણયની સમીક્ષા કરી શકો છો. પણ તેના લીધે કોઈપણ બેટ્સમેનની માનસિકતામાં ફેર પડયો હોય તેવું લાગતું નથી. આમ રહાણેએ ડીઆરએસને ઉપયોગી કાર્ય-ણાલિ ગણાવી હતી.

(3:48 pm IST)