ખેલ-જગત
News of Wednesday, 3rd March 2021

આઈપીએલમાં રૂપિયાની જ બોલબાલાઃ સ્ટેનનું વિવાદાસ્પદ નિવેદન

કરાચીઃ હાલમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમી રહેલા સાઉથ આફ્રિકન પ્લેયર ડેલ સ્ટેને તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે અને આઇપીએલમાં પૈસો હોવાનું કહ્યું છે.

એક યુટયુબ ચેનલને આપેલી મુલાકાતમાં ડેલ સ્ટેને કહ્યું કે 'આઇપીએલમાં એટલી મોટી સ્કવોડ હોય છે, એટલાં મોટાં નામ હોય છે કે ત્યાં ક્રિકેટ કરતાં ખેલાડીઓની કમાણી પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને ક્રિકેટને ભુલાવી દેવામાં આવે છે.

જો તમે પીએસએલ કે શ્રીલંકા પ્રીમિયર લીગમાં રમો છો તો તમારૃં ધ્યાન ક્રિકેટ પર જ રહે છે. હું ઘણા સમયથી પીએસએલમાં રમું છું અને મારી રૂમમાં જે કોઈ આવે છે તે મારી ગેમને લઈને વાત કરે છે અને જ્યારે હું ભારતમાં આઇપીએલ રમું છું ત્યારે હું કેટલા રૂપિયા કમાયો એવો પ્રશ્નો પૂછવામાં આવે છે.

(2:40 pm IST)