ખેલ-જગત
News of Saturday, 3rd February 2018

જર્મની-ઓસ્ટ્રેલિયા ડેવિસ કપમાં 1-1ની બરાબરી પર

નવી દિલ્હી: બ્રિસબેનના પેટ રાફટર એરિનાચાલી રહેલા ડેવિસ કપના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં પ્રથમ દિવસના અંતે જર્મની અને ઓસ્ટ્રેલિયા ૧-૧થી બરોબરી પર રહ્યા હતા. જર્મનીના યુવા સુપરસ્ટાર એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ઓસ્ટ્રેલિયાના ૧૮ વર્ષીય ખેલાડી એલેક્સ ડી મિનૌરને ૭-૫, ૪-૬, ૪-૬, ૬-૩, ૭-૬ (૭-૪)થી ભારે સંઘર્ષ બાદ હરાવ્યો હતો. આ સાથે જર્મનીએ ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસે સીધા સેટોમાં ૬-૪, ૬-૪, ૬-૪થી જર્મનીના જેન-લેનાર્ડ સ્ટ્રફને હરાવીને તેની ટીમને બરોબરી અપાવી હતી. જર્મનીના નોન પ્લેઈંગ કેપ્ટન તરીકે લેજન્ડરી ખેલાડી બોરીસ બેકર જવાબદારી સંભાળી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના નોન પ્લેઈંગ કેપ્ટન તરીકે ભૂતપૂર્વ સ્ટાર લેટન હ્યુઈટ્ટ છે.

(4:45 pm IST)