News of Friday, 2nd December 2022
અજબ-ગજબના મેસી-ફેનઃ ફલેગમાં, ગોલપોસ્ટમાં માસ્કમાં, ઢોલમાં અને પગના ટેટૂમાં છવાયો સુપરસ્ટાર
બુધવારે પોલેન્ડ સામેની આર્જેન્ટિનાની મેચ દરમ્યાન આર્જેન્ટિનાના પાટનગર બ્યુનસ આયરસમાં એક લાઇવ બ્રોડકાસ્ટના સ્થળે એક ફુટબોલચાહક આર્જેન્ટિનાનો ફલેગ ઓઢીને આવી હતી. ભારતથી કતારમાં ફિફા વર્લ્ડકપની મેચ જોવા આવેલા આયુષ વર્મા અને તેના મિત્રોએ ગોલપોસ્ટના આકારમાં તૈયાર કરેલા કપડા પર તેમના હીરો ડિએગો મેરડોના તથા લિયોનેલ મેસીના પેઇન્ટિંગથી બનાવેલી તસ્વીર બતાવી હતી.કતારના એક બીચ પર મેસીના એક ચાહકે પગમાં બનાડાવેલું મેસીનું ટેટૂ કેમેરામેનને બતાવ્યુ હતું. દોહામાં બુધવારે સ્ટેડિયમની બહાર કેટલાક લોકો જે ઢોલ વગાડી રહયા હતા એના પર મેરડોના અને મેસી સહિતના આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડીઓની તસ્વીર
(5:09 pm IST)