ખેલ-જગત
News of Thursday, 2nd December 2021

પંજાબના સહાયક કોચ પદેથી એન્ડી ફલાવરનું રાજીનામું

લખનઉં કે અમદાવાદની ટીમ સાથે જોડાશે ?

નવી દિલ્હીઃ એન્ડી ફ્લાવરે તાત્કાલિક અસરથી પંજાબ કિંગ્સના સહાયક કોચ પદેથી રાજીનામું આપી દીધું છે.  ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ મહાન ખેલાડી આઇપીએ લ ૨૦૨૨ પહેલા નવી ટીમોમાંની એકમાં ભૂમિકા ભજવે તેવી શકયતા છે.

  ફ્લાવરને ૨૦૨૦ સીઝન પહેલા તેમના પ્રથમ IPL કાર્યકાળ માટે પંજાબ દ્વારા તેમના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા હતા.બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે,એન્ડીએ હાલમાં જ પોતાનું રાજીનામું ટીમને મોકલ્યું છે. તે સ્વીકારવામાં આવ્યું છે. તે નવી ટીમોમાંથી કોઈ એક (લખનઉં અથવા અમદાવાદ)માં જાય તેવી શકયતા છે.

  ઇંગ્લેન્ડના મુખ્ય કોચ તરીકેના તેમના સફળ કાર્યકાળ પછી, ફ્લાવર વિશ્વભરની ઘણી ટી-૨૦ લીગ સાથે સંકળાયેલા છે.  તે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં મુલતાન સુલ્તાન અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં સેન્ટ લુસિયા કિંગ્સનો મુખ્ય કોચ છે.

(3:34 pm IST)