ખેલ-જગત
News of Wednesday, 2nd December 2020

કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ : વનડેમાં સૌથી ઝડપી 12 હજાર રન પુરા કર્યા

કોહલીનું વિરાટ પ્રદર્શન :સ ઔથી ઓછી ઇનિંગમાં 12 હજાર રન ફટકાર્યા

મુંબઈ : ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વન-ડે મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વિરાટ કોહલીએ પોતાની વન-ડે કેરિયરમાં 12 હજાર રન પૂરા કરી લીધા છે. વિરાટે ત્રીજી વન-ડેમાં જેવા 23 રન બનાવ્યા, તે સાથે જ વન-ડેમાં 12 હજાર રન પૂરા કરવામાં સફળતા મેળવી લીધી હતી

સચિન તેંડુલકરે પોતાની વન-ડે કેરિયરમાં 12000 રન 300મીં ઈનિંગ્સમાં પૂરા કર્યા હતા. જ્યારે કોહલીએ આ રેકોર્ડ 242મીં વન-ડેમાં જ પૂરો કર્યો છે. આમ કરીને કોહલીએ સૌથી ઝડપી 12 હજાર રન પૂરા કરનાર વન-ડે બેટ્સમેન બની ગયો છે.

તેંડુલકર સિવાય રિકી પૉન્ટિંગે પોતાની વન-ડે કેરિયરમાં 12 હજાર રન 314મીં ઈનિંગ્સમા પૂરા કર્યા હતા. શ્રીલંકાના કુમાર સંગાકારાએ 336 ઈનિંગ્સમાં, સનથ જયસૂર્યાએ 379 ઈનિંગ્સ, મહેલા જયવર્ધને 399 ઈનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા. એવામાં કોહલી પાસે વનડેનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક છે

બીજી વન-ડેમાં પોતાની ઈનિંગ્સ દરમિયાન કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 22 હજાર રન ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો હતો. કોહલી બીજી વન ડેમાં સદીથી ચૂકી ગયો હતો અને 89 રનની ઈનિંગ્સ રમી હતી. જો કે ભારતીય ટીમને હાલનો સામનો કરવો પડ્યો હતો.ભારતીય ક્રિકેટ ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સિરીઝ ગુમાવી ચૂકી છે. ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે ટી-નટરાજનને તક આપી છે.

(11:49 am IST)