ખેલ-જગત
News of Wednesday, 2nd December 2020

ટી-૨૦ : ઈંગ્લેન્ડે ફરી જંગી ટાર્ગેટ ચેઝ કર્યો, ૩-૦થી કલીનસ્વીપ : સિરીઝ જીતી લીધી

સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા. ડુપ્લેસીસ ૫૨, વાન ડેર ડુસેને માત્ર ૩૨ બોલમાં ૭૪ રન ફટકાર્યા હતા : સ્ટોકસને ૨ અને જોર્ડનને ૧ વિકેટ મળી હતી : જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર ૧૭.૪ ઓવરમાં ૧૯૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બટલર ૬૭ અને મલાન ૯૯ રને નોટઆઉટ રહ્યા હતા. નોર્ટજેને ૧ વિકેટ મળી હતી. આમ, ઈંગ્લેન્ડે ત્રણેય ટી-૨૦ મેચ જીતી લીધી હતી. આફ્રિકા કલીન સ્વીપ થયુ હતું.

(11:27 am IST)