ખેલ-જગત
News of Wednesday, 2nd December 2020

જોઇને દંગ રહી જશો

સાડી પહેરીને આવી પર્ફેકટ બેકફિલપ મારી શકાય!

મુંબઇ, તા.૨: સોશ્યલ મીડિયા પર જે પણ બેકફ્લિપ્સ મારતી વિડિયો-કિલપ ફરતી હોય છે એમાં મોટા ભાગે લોકો જિમ્નેસ્ટિકસ માટેના ખાસ કોસ્ચ્યુમમાં જ હોય છે, કોઈ ટાઇટ જીન્સ કે લહેરાતી સાડીમાં બેકફ્લિપ મારવાનું વિચારે પણ નહીં. જોકે ટ્વિટર પર મિલી સરકાર નામની એક મહિલાએ સાડી પહેરીને બેકફ્લિપ મારી છે. નવાઈની વાત એ છે કે સાડી પહેરી હોવા છતાં એટલી ગ્રેસફુલી તેણે બેકફ્લિપ મારી છે કે એ જોઈને દંગ રહી જવાય. કદાચ તેની સ્પીડ અને ટેકિનક એવી સટિક છે કે તેની સાડી જરાય ઊલટીપુલટી નથી થઈ.

(11:20 am IST)