ખેલ-જગત
News of Monday, 2nd November 2020

આઇપીએલ ક્રિકેટ મેચ રોમાંચક તબક્કામાં: છેલ્લી 2 મેચ પ્‍લે ઓફ માટે નિર્ણાયક સાબિત થશે

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મીં સિઝનની અત્યાર સુધીમાં 54 મેચો રમાઈ ચૂકી છે. હવે લીગ મેચો સમાપ્ત થવામાં માત્ર 2 મેચો બાકી બચી છે. પૉઈન્ટ ટેબલ પર નજર દોડાવીએ તો, અત્યાર સુધી એક જ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ પ્લે ઑફ માટે ક્વાલિફાઈ કર્યું છે. બીજી તરફ રાજસ્થાન રૉયલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ પ્લે ઑફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે.

IPLની વર્તમાન સિઝનની લીગ મેચોમાં આખરી બે મેચ ખૂબ જ રોમાંચક થવા ઉપરાંત પ્લે ઑફ માટે નિર્ણાયક સાબિત થવાના છે. સોમવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) વચ્ચે રસાકસી ભરી જંગ છે. બન્ને ટીમોના 14-14 અંક છે. જે બાદ મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (12 અંક) અને મુંબઈ ઈન્ડિયન્સ (18 અંક) આમને-સામને હશે.

મુંબઈ ઈન્ડિયન્સનું પૉઈન્ટ ટેબલમાં ટૉપ પર રહેવાનું નક્કી છે. ટૉચના સ્થાન પર રહેતા MIએ બીજા નંબરે આવનારી ટીમ સાથે ક્વાલિફાયર-1 મેચ જીતીને ડાયરેક્ટ ફાઈનલમાં પહોંચી શકે છે.

જો કે પોઈન્ટ ટેબલમાં મુંબઈ બાદ કંઈ ટીમ નંબર-2, 3 અને નંબર 4 પર આવી શકે છે? શું સમીકરણ બની રહ્યાં છે? તેના પર એક નજર નાંખીએ

- આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) વચ્ચે મેચ રમાવાની છે. બન્નેના 14-14 પોઈન્ટ છે. એટલે કે આજની મેચ જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન (18 પોઈન્ટ) બાદ 16 અંકો સાથે બીજા સ્થાન પર આવી જશે.

- આજે હારનારી ટીમ, કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (જો કાલે તે મુંબઈને હરાવી દે તો)ના 14-14 અંક થઈ જશે.

- એવામાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) નંબર 3 પર આવી શકે છે, કારણ કે SRHની ટીમની નેટ રનરેટ ઘણી સારી છે.

- ચોથા ક્રમે કંઈ ટીમ હશે, તે આજની મેચ હારનારી ટીમ અને KKRમાંથી કોઈ એક હોઈ શકે છે.

- જો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને કાલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) હરાવી દે છે, તો આજની મેચ હારનારી ટીમ (14 પોઈન્ટ) અને કોલકતા નાઈટ રાઈડર્સ (14 પોઈન્ટ) ક્વાલિફાઈ કરશે.

(4:34 pm IST)