તિરૂવંનતપુરમમાં સિક્યોરીટી તોડીને મહેન્દ્રસિંહ ધોની દિવ્યાંગ બાળકને મળવા દોડી ગયો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી મેચમાં ટીમ ઈંડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવ્યું. આ મેચ તિરુવંનતપુરમમાં રમાઈ. મેચ પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો. એમ.એસ. ધોની સિક્યોરીટી તોડીને સ્પેશિયલ બાળકને મળવા પહોંચ્યો. એ વખતે ટીમ ઈંડિયા હોટલથી નીકળીને સ્ટેડિયમમાં મેચ રમવા જતી હતી.
ફેને ધોની સાથે હાથ મિલાવ્યો, કિસ કરી
ધોનીને મળવા માટે ધ લીલા હોટલની બહાર એક સ્પેશિયલ (દિવ્યાંગ) બાળક બેઠો હતો. ટીમ ઈંડિયા જેવી બસમાં બેસવા માટે પહોંચી ત્યારે જ ધોની સુરક્ષા તોડીને બાળકને મળવા પહોંચી ગયો. ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકે ખુશીથી ધોનીનો હાથ પકડ્યો અને તેના હાથ પર કિસ કરી. જે બાદ આ બાળકે ધોની સાથે તસવીર ખેંચાવી. બાળક વારેવારે ધોનીને થેન્ક્યૂ કહી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિરાટે પણ આપ્યો ઓટોગ્રાફ
ધોનીએ આ બાળકની સાથે ફોટો પડાવ્યા બાદ ઓટોગ્રાફ પણ આપ્યો. ધોની બાદ ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટે પણ આ સ્પેશિયલ બાળકને ઓટોગ્રાફ આપ્યો. (તસવીરો- ટ્વિટર)
ટીમ ઈંડિયાએ જીતી મેચ
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. વિરાટ કોહલી પણ પહેલા બોલિંગ કરવા માગતો હતો. ટીમ ઈંડિયાના બોલર્સે વિન્ડિઝના બેટ્સમેનનો હંફાવ્યા અને 104 રનમાં જ ઓલઆઉટ કરી દીધા. રવિન્જ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી જેના માટે તેને મેન ઓફ ધ મેચનો અવોર્ડ પણ મળ્યો. બુમરાહ અને ખાલીદ અહમેદે 2-2 વિકેટ લીધી. ટીમ ઈંડિયાએ 15 જ ઓવરમાં મેચ અને સીરીઝ પર કબ્જો મેળવ્યો.