ખેલ-જગત
News of Tuesday, 2nd October 2018

ટેન્શન ન લે, મેદાન પર વાત કરશું, બસ રમવા માટે તૈયાર રહેજે

સલાહ માટે ધોની અને વિરાટનો આભાર માનતો બોલર સિરાજ

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ થયેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કહ્યું હતું કે તેના અહીં સુધીના પ્રવાસમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ ઘણી મદદ કરી છે. સિરાજે કહ્યું હતું કે ગયા વર્ષે જયારે ન્યુઝીલેન્ડ સામેની વ્૨૦ માટે પસંદ થયો હતો ત્યારે મારી કોહલી સાથે વાતચીત થઈ હતી. ત્યારે હું નર્વસ હતો તો તેણે કહ્યું કે ટેન્શન ન લે. ગ્રાઉન્ડ પર વાત કરીશું. બસ રમવા માટે તૈયાર રેજે.

સિરાજ જયારે મેદાનમાં ઊતર્યો ત્યારે કોહલીએ કહ્યું કે મેં તારી રમત જોઈ છે. જા, બોલિંગ કર, કોઈ પ્રયોગ ન કરતો. ત્યાર બાદ હું ન્યુ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની પહેલી વિકેટ લેવાને કારણે ઘણો ખુશ હતો.

મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર યુવા ખેલાડીઓને સલાહ આપતો ઘણી વખત દેખાય છે. ધોનીએ સિરાજ સાથે પણ એવું જ કર્યું હતું. તેણે સિરાજને કહ્યું હતું કે બેટ્સમેનના ફટવર્કને ધ્યાનથી જો. ત્યાર બાદ લાઇન અને લેન્થ બદલજે.

ધોનીની આ સલાહ સિરાજ માટે ઘણી ઉપયોગી નીવડી હતી. સિનિયર બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિરાજ વેસ્ટ ઇન્ડીઝ સામે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા માટે ઉત્સુક છે.

(3:53 pm IST)