ખેલ-જગત
News of Tuesday, 2nd October 2018

બેસ્ટ સાઈન, ટીમ ઈન્ડિયા હવે કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ માટે રાજકોટ પહોંચેલા રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની હાજરીમાં જ એશિયા કપમાં જીતનું આવુ તારણ આપ્યું

રાજકોટ, તા. ૨ : વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ-સિરીઝ માટે ગઈ કાલે સાંજે રાજકોટ પહોંચેલા ટીમના કોચ રવિ શાસ્ત્રીએ એશિયા કપની મોટી ઉપલબ્ધિ ગણાવતાં કહ્યું હતું કે ધોની કે કોહલી ન હોય તો પણ ટીમ ઇન્ડિયા જીતી શકે છે એ પુરવાર થયું છે. આ બેસ્ટ સાઈન છે કે ટીમ ઇન્ડિયા હવે કોઈ એક પ્લેયરને આધિન નથી રહી. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-મેચ માટે ગઈ કાલે રવિ શાસ્ત્રીની સાથે વિરાટ કોહલી પણ પહોંચ્યો હતો.

રવિ શાસ્ત્રીએ ઉપરનું સ્ટેટમેન્ટ કર્યું ત્યારે તેની નજર કોહલી પર હતી અને કોહલી પણ મુછમાં હસતો હતો. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપમાં ટીમ-સ્પિરિટથી રમી છે, પણ ફાઇનલ મેચમાં બંગલા દેશનો જે પર્ફોર્મન્સ હતો એ ટીમ-સ્પિરિટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

(3:32 pm IST)