News of Monday, 2nd September 2019
ફેરારીના ચાર્લ્સે બેલ્જિયન ગ્રાન્ડ પ્રિકસની કારકિર્દીની પ્રથમ ફોર્મ્યુલા વન રેસ જીતી
મર્સિડીઝનાં હેમિલ્ટન બીજા નંબરે વલ્ટેરી બોટ્ટાસ ત્રીજા નંબરે
સૌથી લોકપ્રિય રેસમાં ફેરારીનાં ચાલકે એફ વન રેસ જીતી હતી. ફેરારીના ચાર્લ્સ લેક્લર્કે રવિવારે પાંચ વખતના ચેમ્પિયન લુઇસ હેમિલ્ટનને હરાવીને બેલ્જિયન ગ્રાન્ડ પ્રિકસ ફોર્મ્યુલા વન રેસની ટ્રોફી જીતી હતી.
મોનાકોના 21 વર્ષીય ચાર્લ્સ 1: 23.45.710 સેકન્ડના સમય સાથે કારકિર્દીની પ્રથમ રેસ જીતી છે.
મર્સિડીઝનાં હેમિલ્ટન બીજા નંબરે વલ્ટેરી બોટ્ટાસ ત્રીજા નંબરે, ફેરારીની સબસ્યિન વીટલ ચોથા અને રેડ બુલનો એલેક્ઝાન્ડર એલ્બન પાંચમાં સ્થાને રહ્યો હતો .
ચાર્લ્સે ફોર્મ્યુલા બે ડ્રાઈવર ફ્રાન્સનાં 22 વર્ષીય એન્થની હ્યુબર્ટ ને પોતાની ટ્રોફી સમર્પિત કરી હતી, જેનું શનિવારે એક રેસ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
(12:31 am IST)