ટી-૨૦માં કિવિઝે લંકાને પછાડ્યુ
શ્રીલંકા ૨૦ ઓવર ૧૭૪/૪ : ન્યુઝીલેન્ડ ૧૭૫/૫ : કાલે બીજો ટી-૨૦
મુંબઈ : શ્રીલંકા ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝ શરૂ થઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટથી માત આપીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી. ટોસ જીતીને શ્રીલંકાએ પહેલા બેટીંગ નિર્ધારીત ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી ૧૭૪ રન કર્યા હતા.
૧૭૫ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત સારી નહોતી અને પહેલી જ ઓવરના ચોથા બોલમાં કોલીન મુનરો લસીથ મલીન્ગાનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ીમની નિયમિત વિકેટ પડતી રહી અને એક સમયે એણે ૫૦ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યુઝીલેન્ડે ૧૬.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૪૪ રન કરી લીધા હતા. રોસ ટેલરે ૪૮ અને કોલીન ડી ગ્રેન્ડહોમે ૪૪ રન કર્યા હતા. વરસાદને લીધે મેચ ૧૬.૫ની રમાતા અટકાવવી પડી હતી પણ ત્યાર બાદ ન્યુઝીલેન્ડે પારી સંભાળીને મેચ જીતી લીધી હતી.