ખેલ-જગત
News of Monday, 2nd July 2018

ફિફા વર્લ્ડકપ -2018 મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું બ્રાઝીલ

નેમારે 51મી મીનિટે ગોલ કર્યો :મેક્સિકોની ટીમ સતત સાતમી વખત પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં હારી

 

રશિયામાં રમાઈ રહેલ ફિફા વર્લ્ડકપમાં પાંચ વખતની વિજેતા બ્રાઝીલે મેક્સિકોને 2-0થી હરાવીને ફિફા વિશ્વકપના 21માં ક્વોર્ટર ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે  બ્રાઝીલના સુપરસ્ટાર નેમારે 51મી મીનિટે ગોલ કર્યો હતો અને અન પછી 88 મીનિટે એસિસ્ટ કર્યું, જેના પર રોબટરે ફર્મિનોએ ગોલ કરતાં બ્રાઝીલને 2-0થી આગળ કરી દીધું.

મેક્સિકોની ટીમ સતત સાતમી વખત પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં હારી છે.હવે બ્રાઝીલ અંતિમ-8માં બેલ્જિયમ અને જાપાન વચ્ચે થનાર પ્રી-ક્વોર્ટર ફાઈનલ મેચની વિજેતા સાથે ટકરાશે.

 

(10:55 pm IST)