ખેલ-જગત
News of Thursday, 2nd May 2019

પંજાબ ટીમનો મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે IPLમાંથી આઉટ : ૮.૪ કરોડમાં ખરીદ્યો હતો

પંજાબઃ પંજાબ ટીમનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. પંજાબની ટીમના મીડિયા મેનેજરે કહ્યું કે શ્નવરુણ સીઝનની શરૂઆતમાં થયેલી ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકયો નથી અને હવે તે ટીમની બાકીની મેચોમાં રમી શકશે નહીં. તમિલનાડુના આ ખેલાડીને રિલીઝ કરવામાં આવી રહ્યો છે અને તે ફિટનેસ પર વધુ ધ્યાન આપશે.

વરૂણને ૮.૪ કરોડમાં પંજાબે પોતાની ટીમ સાથે જોડ્યો હતો. વરુણને આ સીઝનમાં માત્ર એક મેચ રમવાની તક મળી હતી. આ મેચ તેણે કલકત્ત્।ા સામે રમી જેમાં ૩ ઓવરમાં ૩૫ રન આપીને ૧ વિકેટ ઝડપી હતી. મહત્ત્વનું છે કે ગયા વર્ષે આઇપીએલ હરાજીમાં વરુણ ચક્રવર્તી રાજસ્થાનના જયદેવ ઉનડકટની સાથે સંયુકત રીતે સૌથી મોંઘો વંચાનાર ખેલાડી હતો.

(3:41 pm IST)