ખેલ-જગત
News of Tuesday, 2nd March 2021

મહામારી વિરૂધ્ધ ભારતને સશકત કરવા મેડીકલ પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકોને ધન્યવાદ

રવિ શાસ્ત્રીએ વેકસીનનો ડોઝ લીધો

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોવિડ-૧૯ વેકસીનનો પહેલો ડોઝ લઈ લીધો છે અને મેડિકલ પ્રોફેશનલ્સનો આભાર માન્યો છે. શાસ્ત્રીએ આ વેકસીન અમદાવાદની અપોલો હોસ્પિટલમાં લીધી છે. કોચ શાસ્ત્રીએ વેકસીન લેતી વખતની પોતાની તસવીર પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી શેર કરી છે. તસવીરમાં તેઓ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને બેઠેલા જોવા મળી રહ્યા છે અને તેમની બાજુમાં ઊભેલી મહિલા નર્સ પીપીઇ કિટ પહેરીને તેમને કોરોનાની વેકસીન આપતાં જોવા મળી રહ્યાં છે.

રવિ શાસ્ત્રીએ ટ્વીટ કર્યું કે, કોવિડ-૧૯ વેકસીનનો પહેલો ડોઝ લીધો. મહામારીની વિરૂદ્ધ ભારતને સશકત કરવા માટે અદ્દભુત મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકોને ધન્યવાદ. અમદાવાદમાં કાન્તાબેન અને તેમની અપોલોની ટીમથી  તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

(3:55 pm IST)