ખેલ-જગત
News of Tuesday, 2nd January 2018

૫૦% સેલવાળી શોપમાં પહોંચ્યા વિરાટ - અનુષ્કાઃ ફેન્સે ઉડાવી મજાક!

સાઉથ આફ્રિકામાં વિરૂષ્કાએ સેલિબ્રેટ કર્યું ન્યૂ યર

નવી દિલ્હી તા. ૨ : ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્મા સાથે ૧૧ ડિસેમ્બરે ઈટાલીમાં લગ્ન કરી લીધા. ત્યારબાદ આ કપલે પહેલા દિલ્હી અને પછી મુંબઈમાં રિસેપ્સન પાર્ટીના આયોજન કર્યા. હવે આ કપલ સાઉથ આફ્રિકામાં છે. વિરાટ-અનુષ્કાની ફેન કલબમાં તેમના સાઉથ આફ્રિકાના ઘણા ફોટોઝ શેર કરવામાં આવી રહ્યાં છે. એક ખાસ તસવીર બંને શોપિંગ કરતા જોવા મળી રહ્યાં છે. ખાસ વાત એ રહી કે, આ જોડી કોઈ ડિઝાઈનર શોપમાં નહીં પણ ૫૦% સેલવાળી દુકાનમાંથી ખરીદી કરી રહ્યાં છે.

વિરાટ-અનુષ્કાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકોએ તેની મજાક કરવાનું શરૂ કરી દીધું છે. એક યૂઝર્સે મજાક કરતા આ તસવીર પર લખ્યું કે, 'કોહલી વેડિંગ પ્લાનરના બિલને જોઈ રહ્યો છે એવા અનુષ્કા કહે – બેબી શોપિંગ કરવા જઈએ? વિરાટ – મારી નજરમાં એક પરફેકટ જગ્યા છે'

ઉલ્લેખનીય છે કે, નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે અનુષ્કા વિરાટની સાથે સાઉથ આફ્રિકા ગઈ છે. હવે આ સપ્તાહમાં તે એકલી મુંબઈ પરત ફરશે અને ત્યારબાદ આનંદ એલ રાયની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ જોવા મળશે. ત્યારબાદ તે ફેબ્રુઆરીમાં વરુણ ધવન સાથે 'સુઈ ધાગા' ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને પોતાના પ્રોડકશન હાઉસની ફિલ્મ 'પરી'નું પ્રમોશન પણ કરશે.

બીજી તરફ વિરાટ ૫ જાન્યુઆરીથી સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં વ્યસ્ત થઈ જશે. અહીં ભારતીય ટીમ પહેલા ટેસ્ટ પછી વન-ડે અને ત્યારબાદ ટી૨૦ સીરીઝ રમશે.(૨૧.૬)

(9:38 am IST)