ખેલ-જગત
News of Tuesday, 1st December 2020

આઇસીસીના ચીફ ગ્રેગોર જોન બાકર્લે કહે છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ફોર્મેટ મુંઝવણભર્યું અને અઘરૃં, સમિક્ષા કરવી પડશે

નવી દિલ્હી તા. ૧: આઇસીસીના ચીફ બાકર્લેએ કહ્યું કે 'હાલના ક્રિકેટ કેલેન્ડરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઇને ઘણી સમસ્યા સર્જાઇ હતી. આ ચેમ્પિયનશિપ ટેસ્ટ ક્રિકેટને પ્રસિદ્ધિ અપાવવાની હતી જે લક્ષ્યમાં અમે સફળ નથી થયા. ખરી રીતે જોવા જઇએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ આદર્શવાદી દૃષ્ટિકોણથી સારી છે, પણ મને નથી લાગતું કે પ્રેકિટકલી એ સફળ છે. મારૃં વ્યકિતગત રીતે માનવું છે કે કોરોના કાળમાં આપણે જે પ્રમાણે આગળ વધવા માગીએ છીએ એ પોઇન્ટ્સના વિભાજન દ્વારા જ શકય છે, પણ આમ કરવા માટે પણ ચર્ચા કરવી જરૂરી છે, કેમ કે હું પોતે સુનિશ્ચિત નથી કે ચાર-પાંચ વર્ષની ચર્ચા બાદ જે ઉદ્દેશ સાથે ચેમ્પિયનશિપ શરૂ કરવામાં આવી હતી એ ઉદ્દેશ તે પ્રાપ્ત કરી શકી છે.

મારા ખ્યાલથી આપણે કેલેન્ડર પ્રમાણે આગળ વધવું જોઇએ અને ક્રિકેટરોને એવી સ્થિતિમાં ન પહોંચાડવા જોઇએ જે એની સ્થિતિ વધારે બગાડી દે.'

(3:21 pm IST)