ખેલ-જગત
News of Tuesday, 1st December 2020

ઓસ્ટ્રેલીયામાં ભારતના સ્ટાર બોલરોનો કંગાળ દેખાવ :700થી વધુ રન લુંટાવ્યા

બુમરાહે બે મેચમાં 152 રન આપ્યા,શામીએ 132 રન ,નવદીપ સૈનીએ 153 રન ચહલએ 160 રન આપ્યા

ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર રમવામાં આવેલી બંને મેચમાં ભારતીય બોલરોએ ખુબ રન લુટાવ્યા હતાં. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 374 રન બનાવ્યા હતા. જેમાં ભારતની 66 રને હાર થઇ હતી. બીજી મેચમાં 389 રન ભારત સામે  ઓસ્ટ્રેલીયાએ ફટકારી ને બોલરોનો પરસેવો છોડાવ્યો હતો. જેમાં 51 રન થી ભારતની હાર થઇ હતી. આમ આ બંને મેચમાં જ ભારતીય બોલરોએ 763 થી વધારે રન લુટાવી દીધા હતા.

ભારતના સૌથી વધુ ઘાતક બોલર જસપ્રિત બુમરાહએ બે મેચમાં જ 152 રન આપીને ફકત બે વિકેટ ઝડપી છે. તો શામીએ 132 રન આપીને ચાર વિકેટ ઝડપી છે. યુવા નવદિપ સૈનીએ 153 રન લુટાવીને એક વિકેટ ઝડપી હતી. વિરાટનો ભરોસો પાત્ર યુઝવેન્દ્ર ચહલે 8.42 ની ઇકોનોમી સાથે 160 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા પણ વિકેટ મેળવી શક્યો નથી. તેણે 20 ઓવરમાં 123 રન આપ્યા હતા. આમ ભારતીય બોલીંગ આક્રમણ પ્રવાસ દરમ્યાન અસફળ રહેતા જે પહેલા, તારીફ જમાવતા હતા એ જ હવે બોલરોની આલોચના કરી રહ્યા છે

(1:40 pm IST)