ખેલ-જગત
News of Tuesday, 1st December 2020

ટીમ ઇન્ડિયાને 350થી વધુ રન બનાવવા માટે રોહિત શર્મા વિના શક્ય નથી :આકાશ ચોપડા

જો રોહિત શર્મા સામેલ હોત તો વધારે ખુલીને રમી શક્યા હોત. તેના ના હોવાને લઇને ટીમને નુકશાન

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા સામેની વન ડે સીરીઝમાં હાર બાદ હવે અનેક  સવાલો ઉઠવા લાગ્યા છે. ખાસ કરીને બોલીંગની બાબતમાં ખૂબ સવાલો ઉભા થઇ રહ્યા છે, જેમણે બંને શરુઆતની બંને મેચમાં 350 થી વધુ રન લુટાવ્યા છે. આ જ કારણ રહ્યુ છે કે, ભારતીય ટીમ સારી બેટીંગ કરવા છતાં પણ હારી ગઇ હતી. 390 રનની મેરેથન ઇનીંગ રમવાને લઇને પૂર્વ ઓપનર આકાશ ચોપડાનુ કહેવુ છે કે, આવા સ્કોરનો પીછો કરવા માટે રોહિત શર્માની જરુર હોય છે, તેના વીના આ થઇ શકે નહી.

   યુટ્યુબ ચેનલ પર આકાશ ચોપડાએ ભારતીય ટીમની બેટીંગનુ એનાલીસસ કર્યુ હતુ, તેમના મુજબ જો રોહિત શર્મા ટીમમાં હોત તો સ્થિતી જુદી હોત. આકાશ કહે છે કે, ભારતી. ટીમની સામે મોટો પડકાર હતો કે તેમણે મોટા સ્કોરનો પીછો કરવાનો હતો. જો રોહિત શર્મા સામેલ હોત તો, વધારે ખુલીને રમી શક્યા હોત. તેના ના હોવાને લઇને ટીમને નુકશાન થઇ રહ્યુ છે. જો તમારે 350 થી વધારે રન બનાવવાના છે, ખાસ કરીને રન ચેઝ કરવામાં તો પછી ટીમને રોહિતની જરુર છે

તેમણે કહ્યુ કે, કેએલ રાહુલ યોગ્ય જગ્યા પર બેટીંગ નથી કરી રહ્યો, મેં પહેલા પણ કહ્યુ છે કે તેણે ઓપનીંગ કરવુ જોઇએ. જોકે હવે તેની પાસે ઓપનીંગ કરવાનો કોઇ ફાયદો નથી. કારણ કે હવે એમ કરવા થી મંયક અગ્રવાલને બહાર બેસવુ પડી શકે છે. મનિષ પાંડેને એક જ મેચ રમવા મળી તે તેના માટે યોગ્ય નથી. આના થી મનિષ અને મયંક બંનેને નુકશાન પહોંચે છે

(1:32 pm IST)