ખેલ-જગત
News of Friday, 1st November 2019

પિન્ક બોલ ટેસ્ટ મેચની ટિકિટનો કલર પણ પિન્ક

ટિકીટના ભાવ રૂ.૫૦,૧૦૦,૧૫૦

નવી દિલ્હી : ભારત અને બાંગલા દેશ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ઘણી તૈયારી કરી રહી છે, કારણ કે આ મેચ બન્ને દેશો માટે એક નવો ઇતિહાસ રચવાની છે. ભારત અને બંગલા દેશ ૨૨ નવેમ્બરે પહેલી વાર ડે એન્ડ નાઇટ ટેસ્ટ મેચ રમવાના છે જેમાં પ્રક્ષકોને આકર્ષવા માટે ટિકિટના ભાવ પણ ઓછામાં ઓછા ૫૦ રૂપિયા રખાયા છે. મજાની વાત એ પણ છે કે પિન્ક બોલ વડે રમાનારી આ મેચને પાંચેય દિવસ સફળતા મળે એ માટે મેચની ટિકિટનો કલર પણ પિન્ક રાખવામાં આવશે. ૬૮,૦૦૦ લોકોની ક્ષમતાવાળા ઈડન ગાર્ડન્સમાં પ્રક્ષકોનો સારો પ્રતિસાદ મળે એ માટે ટિકિટનો ભાવ ૫૦, ૧૦૦ અને ૧૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ મેચ દરમ્યાન અભિનવ બિન્દ્રા, એમ. સી. મેરીકોમ અને પી. વી. સિંધુનું સન્માન કરવાની યોજના પણ ધરાવે છે જયારે ક્રિકેટ અસોસિએશન ઓફ બેન્ગાલ સ્કૂલનાં બાળકોને કેટલીક ટિકિટ ફ્રી આપશે.

(3:40 pm IST)