ખેલ-જગત
News of Friday, 1st November 2019

ભારતીય ક્રિકેટ બોર્ડના એથિકસ ઓફીસર સામે બારમી નવેમ્બરે દ્રવિડ નોંધાવશે પોતાનું નિવેદન

નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેકટર સાથે ચેન્નાઈની કંપનીમાં પણ ઉચ્ચ હોદ્દાનો આરોપ

નવી દિલ્હી :  પોતાના પરે લાગેલા કોન્ફ્લિકટ ઓફ ઇન્ટરેસ્ટના મુદ્દા પર નિવેદન આપવા રાહુલ દ્રવિડ બારમી નવેમ્બરે ભારતીય ક્રિકેટ બોર્ડના એથિકસ ઓફિેસર ડી. કે. જૈન સામે પોતાનું નિવેદન નોંધાવશે. દ્રવિડ  નેશનલ કિકિેટ એકેડેમી (એનસીએ)ના ડિરેકટર હોવા ઉપરાંત આઇપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સની માલિક કંપની ઇન્ડિયા સિમેન્ટ્સના વાઇસ પ્રેસિડન્ટ પણ હોવાનું કહી તેમના પર કોન્ફ્લિકટ ઓફ ઈન્ટરેસ્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આરોપ મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના કે સભ્ય સંજીવ ગુપ્તાએ લગાવ્યો હતો જેના બાદ ડી. કે. જૈને રાહુલ દ્રવિડને કોન્ફ્લિકટ ઓફ ઇન્ટરેસ્ટની નોટિસ પાઠવી હતી. જોકે દ્રવિડે પોતાના તરફથી આ વાતને રદિયો આપી સ્પષ્ટતા કરી હતી કે તેણે બે વર્ષ માટે ઇન્ડિયા સિમેન્ટ્સમાંથી રજા લીધી છે જેના લીધે કોન્ફિલકટ ઓફ ઇન્ટરેસ્ટનો મત ઊઠતો નથી.

(3:38 pm IST)