રોહિતની ઝડપી સદીનો રેકોર્ડ તૂટયો
કેલ્ટાલુન્યાની ટીમના મોહમ્મદ આમર્ધને માત્ર ૨૭ બોલમાં સદી ફટકારી દીધી
નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન રોહિતશર્માએ ટી૨૦માં ૪ સદીઓ ફટકારી છે. સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. રોહિતે શ્રીલંકા સામે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. પણ હવે એક બેટરે ફકત ૨૭ દડામાં સદી ફટકારીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
સ્પેનમાં રમાયેલ આ મેચ કેલ્ટાલુન્યા અને ગ્રેનેડા સીસી વચ્ચે હતો જેમાં કેલ્ટાલુન્યા ટીમના ઓપનર મોહમ્મદ આમર્ધને ફકત ૨૭ દડામાં સદી ફટકારી દીધી હતી. આ ઇનીંગમાં તેણે લાંબા લાંબા છક્કાઓ માર્યા હતા.
આર્મધને ક્રીઝ પર આવતા જ ચોકા અને છક્કાનો વરસાદ ચાલુ કર્યો હતો. અને ફકત ૨૭ દડામાં સદી પુરી કરીને રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેમની આ ઇનીંગમાં તેમણે ૩૫ બોલમાં ૧૩૧ નોટઆઉટ કર્યા હતા. જેમાં ૮ ચોકા અને ૧૪ છક્કા સામેલ હતા.