ખેલ-જગત
News of Saturday, 1st August 2020

સિનિયરના હાથમાં જુનિયર પંડ્યા

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ૩૦ જુલાઈના રોજ પુત્રનો પિતા બન્યો હતો. તેણે પિતા બનવાની ખુશી પુત્રના હાથમાં આંગળી સાથેની તસ્વીર સોશ્યલ મીડિયામાં મૂકી ચાહકોને જણાવી હતી. જયારે ફરી હાર્દિકે એક તસ્વીર શેર કરી છે જેમાં તેણે પુત્રને હાથમાં તેડ્યો છે. પંડયાએ ટ્વિટમાં ભગવાનના આશીર્વાદ અને પત્ની નતાશાને પ્રેમ એવું કેપ્સન આપેલ.

(2:25 pm IST)