News of Wednesday, 1st August 2018
મહિલા હોકી વિશ્વકપઃ ઈટાલીને 3-0થી હરાવીને ભારત ક્વાર્ટર ફાઇનલમાં
ભારત ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડ સામે ટકરાશે
ભારતે ઇટાલીને એકતરફી મુકાબલામાં 3-0થી હરાવીને મહિલા હોકી વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ભારત ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડ સામે ટકરાશે. ભારત તરફથી લાલરેમસિયામી, નેહા ગોયલ અને વંદના કટારિયાએ ગોલ કર્યા હતા. વિશ્વ રેન્કિંગમાં 10મા ક્રમની ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરમાં જ સરસાઈ હાંસલ કરી લીધી હતી.
(4:47 pm IST)