ખેલ-જગત
News of Thursday, 1st July 2021

રાજીવ ગાંધી ખેલ રત્ન માટે શૂટર્સ અંકુર અને અંજુમના નામની કરી ભલામણ

નવી દિલ્હી: ડબલ ટ્રેપ શૂટિંગમાં વર્લ્ડ ચેમ્પિયન અંકુર મિત્તલ અને 10 મી એર રાઇફલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ સિલ્વર મેડલ વિજેતા અંજુમ મુડગિલને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે. ગયા વર્ષે આ બંને શૂટરના નામ પણ આ એવોર્ડ માટે મોકલવામાં આવ્યા હતા. અંકુર અને અંજુમે 2018 ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યા હતા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરઆઈ) એ વિમેન્સ 10 મી એર રાઇફલમાં વર્લ્ડ નંબર 1 શૂટર ઇલાવેનીલ વલારીવાન, પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં વર્લ્ડ નંબર 1 અભિષેક વર્મા અને અર્જુન એવોર્ડ માટે 50 મીટર પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયન ઓમ પ્રકાશ મેરેવાલને મોકલ્યા છે.

(6:25 pm IST)