ખેલ-જગત
News of Wednesday, 1st July 2020

2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસ મામલે અરવિંદ ડી સિલ્વાની નવ વર્ષ બાદ પૂછપરછ

પોલીસે અરવિંદ ડી સિલ્વાની છ કલાક સુધી પૂછપરછ કરી

કોલંબો: શ્રીલંકા પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે 2011 વર્લ્ડ કપની ફાઈનલ ફિક્સ થઈ હોવાના કેસમાં તપાસ હાથ ધરી છે. શ્રીલંકા પોલીસે પૂર્વ કેપ્ટન અને 2011ના મુખ્ય પસંદગીકાર રહેલા અરવિંદ ડી સિલ્વાની છ કલાક સુધી પૂછપરછ કરી હતી.

 આ તપાસમાં હવે પછી 2011 વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકન ટીમના ઓપનર ઉપુલ થરંગાને હાજર રહેવા જણાવાયું છે. 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસમાં નવ વર્ષ બાદ ડી સિલ્વાને પોલીસે સવાલ જવાબ માટે બોલાવ્યા હતા. આઈસીસી વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિંદાનંદ અલ્થગામાગેએ આ મેચને ફિક્સ હોવાનું જણાવતા તપાસની માંગ કરી હતી. પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પણ આ તરફ સવાલો ઉઠાવી ચૂક્યા છે.

 તાજેતરમાં જ મહિંદાનંદે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને એક યાદી સોંપી હતી. જેમાં તેમણે વર્લ્ડ કપની ફાઈનલ ફિક્સ હોવાની આંશકા પાછળ જવાબદાર કારણો જણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'નવ પાનામાં 24 કારણો આપ્યા છે. આ કારણોથી ફાઈનલમાં શ્રીલંકન ટીમનો પરાજય થયો.'

(11:55 am IST)