ખેલ-જગત
News of Friday, 1st June 2018

ફ્રેન્ચ ઓપનઃ કેરોલિના પ્લિસ્કોવાએ સતત બીજા વર્ષે ત્રીજા રાઉન્ડમાં મેળવ્યો પ્રવેશ

ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાએ પોતાના જ દેશની લ્યૂસી સેફારોવાને ૩-૬, ૬-૪, ૬-૧થી પરાજય આપી ફ્રેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્લિસ્કોવા સતત બીજા વર્ષે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે. હવે પછી ત્રીજા રાઉન્ડમાં કેરોલિના પ્લિસ્કોવાનો સામનો રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા સામે થશે.અત્રે ઉલ્લેખનીય કે ગત વર્ષે પ્લિસકોવા સેમિફાઇનલમાં પહોંચી હતી.

(5:09 pm IST)