ખેલ-જગત
News of Friday, 1st June 2018

અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ફિટ નહીં થાઉં: સહા

ભારતીય ટીમના વિકેટકીપર વૃદ્ધિમાન સહાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અંગૂઠામાં થયેલી ઈજાને કારણે હું અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ નહિં રમી શકું. સહાના અંગૂઠામાં ફ્રેકચર છે. આ ઈજા તેને આઈપીએલમાં રમાયેલી કવોલીફાયર-૨માં કલકતા સામેની મેચ દરમિયાન થઈ હતી. આ ઈજાના કારણે સહા પાંચ સપ્તાહ માટે ટીમમાંથી બહાર થઈ જશે.

(4:40 pm IST)