ખેલ-જગત
News of Wednesday, 1st April 2020

ઘોડેસવારી કરતો જાડેજા

રાજકોટઃ ખેલાડી હાલના લોકડાઉનના સમયમાં સૌ કોઇ પોત પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને પોતાના મનગમતાં કામ કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ પોતાની ફેવરીટ એકિટવિટી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. વાસ્તવમાં જાડેજા આ વિડિયોમાં હોર્સ-રાઇડિંગ કરતો જોવા મળી રહ્યો અને એ પણ એકદમ આત્મવિશ્વાસ સાથે સફેદ ઘોડાની સવારી કરતો વિડીયો અપલોડ કરીને જાડેજાએ એને પોતાની 'ઓલ ટાઇમ ફેવરિટ' કહી હતી. થોડા સમય અગાઉ પણ રવીન્દ્ર જાડેજાએ એક વિડિયો અપલોડ કર્યો હતો જેની સાથે તેણે લખ્યું હતું, 'રનિંગ મારી તાકાત છે અને મારી બોડીને રીપેર કરવાનો આ યોગ્ય સમય છે.'

કોરોનાને લીધે અનેક ખેલાડીઓ વિવિધ પ્રયાસ કરી રહ્યા છે અને સરકારને પોતાનાથી બનતી નાણાકીય મદદ પણ કરી રહ્યા છે.

(3:59 pm IST)