News of Monday, 1st January 2018
અફગાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ તરીકે ફીલ સિમન્સની નિયુક્તિ
અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વેસ્ટઇંડીજના પૂર્વ ઓલરાઉન્ડર ફીલ સિમન્સને પોતાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
એસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી શફીક સ્તાનિકજઈઍ જાહેરાત કરી કે અમે ફીલને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે કેમ કે તે અમારી ટીમને સમજે છે. આ પહેલા ફીલ વેસ્ટઇંડીજ, જિમ્બામ્બે અને આયર્લેન્ડ ટીમના મુખ્ય કોચ રહી ચુક્યા છે. અને અફગાનિસ્તાન આ ત્રેણય ટીમો સાથે વિશ્વકપ ક્વાલિફાયરમાં રમવાની છે.
(4:54 pm IST)