Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

આઇસીસી ટેસ્ટ રેન્કીંગઃ ભારત (હાલ ચોથા સ્થાને)ના સૌથી વધુ પોઇન્ટ હોવા છતાં ટોચના સ્થાને નથી

ઓસ્ટ્રેલીયા પ્રથમ જયારે શ્રીલંકા અને પાકિસ્તાનને ઓછા પોઇન્ટ હોવા છતાં ભારત કરતા આગળ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાને હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૧-૨૩માં ૫૪ પોઈન્ટ થઈ ગયા છે. ૫૦ થી વધુ પોઈન્ટ ધરાવતી એકમાત્ર ટીમ છે.  જો કે, આ હોવા છતાં, તે આઇસીસી પોઈન્ટ ટેબલમાં ટોચ પર નથી. ઓસ્ટ્રેલિયા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૧-૨૩ માટે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.  બીજા નંબર પર શ્રીલંકા છે. તેના ૨૪ પોઈન્ટ છે.   પાકિસ્તાન ત્રીજા નંબરે ૩૬ પોઇન્ટ જયારે  વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાંચમા નંબરે ૧૨ પોઇન્ટ છે.

જયારે છઠ્ઠા નંબરે ન્યુઝીલેન્ડની ટીમના માત્ર ૪ પોઈન્ટ છે.  ઈંગ્લેન્ડની ટીમના ૬ પોઈન્ટ છે, પરંતુ તે ન્યુઝીલેન્ડથી નીચે સાતમા, સાઉથ આફ્રિકા આઠમા નંબરે અને બાંગ્લાદેશ નવમા નંબરે છે.  આ બંને ટીમો પાસે એક પણ પોઈન્ટ નથી.

 હકીકતમાં, આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૧-૨૩ના પોઈન્ટ ટેબલમાં વરિષ્ઠતા નક્કી કરવા માટે ટીમોની જીતની ટકાવારી રાખી છે.  આ કારણોસર ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને પાકિસ્તાન ઓછા પોઈન્ટ હોવા છતાં ભારતથી ઉપર છે.

(3:07 pm IST)