Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મહિલા વિસ્ફોટક બેટર સ્મૃતિ મંધાના આઇસીસી ક્રિકેટર ઓફ ધ યર માટે નોમીનેટ

આવતા મહિને વર્ષની શ્રેષ્ઠ ટીમો સહિતના એવોર્ડની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની વિસ્ફોટક ઓપનર સ્મૃતિ મંધાનાને આઇસીસી દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ ટી૨૦ ક્રિકેટર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે.  મંધાના સિવાય ૩ અન્ય ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. ઓલરાઉન્ડર ક્રિકેટર છે.  સ્મૃતિ ઉપરાંત, આ યાદીમાં ઈંગ્લેન્ડના ક્રિકેટર ટેમી બ્યુમોન્ટ અને નેટ સાયવર અને આયર્લેન્ડના ગેબી લુઈસ અન્ય દાવેદાર છે.

 ૨૦૨૧માં, મંધાનાએ ૯ ટી-૨૦ મેચોમાં ૩૧.૮૭ ની સરેરાશથી ૨૫૫ રન બનાવ્યા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. આયર્લેન્ડના ગેબી લુઈસે ૧૦ વ્૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને ૧૨૮.૪૫ના સ્ટ્રાઈક રેટથી કુલ ૩૨૫ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને અડધી સદીનો સમાવેશ થાય છે.

આઇસીસી પુરસ્કારોમાં કુલ ૧૩ વ્યકિતગત પુરસ્કારો અને પુરૂષ અને મહિલા ક્રિકેટના તમામ ફોર્મેટમાં વર્ષની શ્રેષ્ઠ ટીમ માટે કુલ પાંચ પુરસ્કારોનો સમાવેશ થાય છે.  વ્યકિતગત કેટેગરીના અન્ય પુરસ્કારોમાં વર્ષના સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી, મહિલા ક્રિકેટર ઓફ ધ યર માટે રાચેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી, વન-ડે ઈન્ટરનેશનલ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, વિમેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર, મેન્સ ટી૨૦આઈ ક્રિકેટર ઓફ ધ યરનો સમાવેશ થાય છે. 

વર્ષની ટીમોની જાહેરાત ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ કરવામાં આવશે.  આઇસીસીએ કહ્યું, મહિલા ક્રિકેટ સાથે સંબંધિત વ્યકિતગત પુરસ્કારોની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ કરવામાં આવશે.  મેન્સ એવોર્ડ ઉપરાંત સ્પોર્ટ્સમેનશીપ અને અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ ૨૪ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.

(3:04 pm IST)