Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

આવતા વર્ષે વેસ્ટઇન્ડિઝ, શ્રીલંકા અને આફ્રિકા ભારત આવશેઃ જુલાઇમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ જશે

૨૦૨૨માં ટીમ ઇન્ડિયાનો ભરચક શેડયુલ : ૩ જાન્યુઆરીથી આફ્રિકા સામે બીજો ટેસ્ટઃ નવેમ્બરમાં ઓસ્ટ્રેલીયામાં રમાશે ટી-૨૦ વર્લ્ડકપ

 નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૧નો શાનદાર અંત કર્યો છે. હવે વર્ષ ૨૦૨૨ની શરૂઆત ૩જાન્યુઆરીના સાઉથ આફ્રિકા સામેની મેચથી કરશે.

 ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાશે.  ટેસ્ટ બાદ   શ્રેણીની પ્રથમ વનડે ૧૯ જાન્યુઆરીએ પાર્લમાં,  બીજી વનડે પણ ૨૧ જાન્યુઆરીએ પાર્લમાં, ત્યારબાદ ત્રીજી અને અંતિમ વનડે ૨૩ જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે.

ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સામનો ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.  ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની યજમાની કરશે.  બંને ટીમો વચ્ચે મર્યાદિત ઓવરોની શ્રેણી રમાશે.  વન-ડે શ્રેણીની પ્રથમ મેચ ૬ ફેબ્રુઆરીએ અમદાવાદમાં  બીજી વનડે ૯ ફેબ્રુઆરીએ રાયપુરમાં અને  ત્રીજી મેચ ૧૨ ફેબ્રુઆરીએ કોલકાતામાં રમાશે.

વન-ડે સીરીઝ બાદ  પ્રથમ ટી-૨૦ મેચ ૧૫ ફેબ્રુઆરીએ કટકમાં, બીજી ટી-૨૦ મેચ ૧૮ ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી ટી-૨૦ મેચ ૨૦ ફેબ્રુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

શ્રીલંકાની ટીમ ભારત આવશે અને ટેસ્ટ અને ટી-૨૦ સિરીઝ રમશે.  શ્રેણીની પ્રથમ ટેસ્ટ ૨૫ ફેબ્રુઆરીથી બેંગલુરુમાં  બીજી ટેસ્ટ ૫ માર્ચથી મોહાલીમાં જયારે ટી૨૦ સિરીઝની પ્રથમ મેચ ૧૩ માર્ચે મોહાલીમાં, બીજી ટી૨૦ મેચ ૧૫ માર્ચે ધર્મશાલામાં અને ત્રીજી ટી૨૦ મેચ ૧૮ માર્ચે લખનૌમાં રમાશે.

  ટીમ ઈન્ડિયા જૂનમાં ફરી એકવાર દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.  આફ્રિકાની ટીમ ભારતની  આવશે. બંને ટીમો વચ્ચે ૫ ટી-૨૦ મેચ રમાશે.  શ્રેણીની પ્રથમ ટી૨૦ મેચ ચેન્નાઈમાં રમાશે, બીજી મેચ ૧૨ જૂને બેંગ્લોરમાં, ત્રીજી મેચ ૧૪ જૂને નાગપુરમાં, ચોથી ૧૭ જૂને રાજકોટમાં અને પાંચમી મેચ ૧૯ જૂને દિલ્હીમાં રમાશે.

  આ પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જશે અને ટેસ્ટ મેચ સિવાય તે મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે.  ટીમ ઈન્ડિયા ત્યાં ૩ ટી-૨૦ ઉપરાંત ૩ વનડે મેચ રમશે.  આ શ્રેણીની પ્રથમ ટી૨૦ મેચ ૭ જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે, બીજી ટી૨૦ ૯ જુલાઈએ ર્બમિંગહામમાં અને ત્રીજી ૧૦ જુલાઈએ નોટિંગહામમાં રમાશે. ૧૨ જુલાઇથી ઓવલ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ સાથે વન-ડે શ્રેણી શરૂ થશે.  બીજી વનડે ૧૪ જુલાઈએ લોર્ડ્સના મેદાન પર રમાશે અને ત્રીજી અને અંતિમ વનડે ૧૭ જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે.  વર્ષના અંતમાં એટલે કે નવેમ્બરમાં ટી૨૦ વર્લ્ડ કપ પણ યોજાશે, જેની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે.

(10:53 am IST)