Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ઈજાને લીધે ઉમેશ યાદવ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર

ભારતીય ક્રિકેટ ટીમને ત્રીજી ટેસ્ટ પહેલાં આંચકો : બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઉમેશને ઈજા થતા ભારત પરત ફરશે, ભારતીય પેસ બોલર બાકીની બે ટેસ્ટ મેચ ગુમાવશે

સિડની, તા. ૩૧ : ટીમ ઇન્ડિયાને ત્રીજી ટેસ્ટ પહેલાં મોટો ઝાટકો લાગ્યો છે. ઝડપી બોલર ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તે સીરિઝની બાકીની બે મેચો નહીં રમી શકે. ઉમેશ ભારત પરત ફરશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઉમેશ યાદવ ઉજાગ્રસ્ત થયો હતો.

ભારતીય ટીમમાં પહેલાંથી ઇજાગ્રસ્ત શમી અને ઇશાંત શર્માની કમી વર્તાઇ રહી છે. ત્યારે હવે ઉમેશના ઇજાગ્રસ્ત થવાના સમાચાર બાકી મેચો માટે મુશ્કેલી વધારે તેવા છે. હાલ સીરિઝ એક-એકથી બરાબર છે.

જો કે, રાહતના સમાચાર છે કે રોહિત શર્મા ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે. તેણે ગુરુવારે મેલબોર્નમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. ત્રીજી ટેસ્ટ મેચ જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.

હવે આગામી મેચમાં ઉમેશ યાદવની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ઉતારવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો, ટી નટરાજનના પ્રદર્શનથી બધા રોમાંચિત છે. પરંતુ શાર્દુલ મુંબઇ માટે સતત ઘરેલુ ક્રિકેટ રમતો આવ્યો છે. કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન અજિંક્ય રહાણે અને બોલર કોચ ભરત અરુણ સિડની પહોંચીને અંગે નિર્ણય લેશે.

શાર્દુલે અત્યાર સુધી ૬૨ પ્રથમ શ્રેણીની મેચમાં ૨૦૬ વિકેટ લીધી છે. તે અડધી સદી પણ ફટકારી ચૂક્યો છે. સીમિત ઓવર્સની ક્રિકેટમાં ભારત માટે રમતાં પણ તે સારા બેસ્ટમેન તરીકે ઉભર્યો છે.

(7:21 pm IST)