Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

કોરોનાકાળનું 2020નું વર્ષ ભારતીય કેપ્‍ટન વિરાટ કોહલી માટે નિષ્‍ફળઃ પોતાની ટીમને ચેમ્‍પિયન ન બનાવી શક્‍યો-સદી પણ ન કરી શક્‍યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ મેલબોર્નમાં યજમાના ઓસ્ટ્રેલિયાને હરાવી વર્ષ કોહલી વિનાનું શાનદાન સમાપન કર્યું. પરંતુ તેમાં ટીમના મૂળ કેપ્ટન વિરાટ કોહલીનું કોઇ યોગદાન નહતું.

ઉલટાનું તેના માટે કોરોનાકાળનું આ વર્ષ ભૂતિયાળ સાબિત થયું. કોહલીની ટીમ આઇપીએલ ચેમ્પિયન ન બની શકી, આ વર્ષમાં તેની એક પણ સદી ન થઇ અને વધારામાં ટેસ્ટમાં તેના નામે સૌથી ઓછો ટીમ સ્કોરનું કલંક પણ લાગી ગયું. તેથી કોહલી ક્યારેય આ વર્ષને ભૂલી શકશે નહીં.

દુબઇમાં રમાયેલ IPL ચેમ્પિયનશિપમાં કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનુ પ્રદર્શન બહુ શાનદાર રહ્યું પણ તે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નહીં.

જ્યારે વર્ષમાં તેની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા 3 ટેસ્ટ રમી અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો. તેના ખાતામાં આ વર્ષમાં કોઇ સદી પણ નોંધાઇ નહીં.

  • કોહલીની ગેરહાજરીમાં રહાણેની સિદ્ધિ

વર્ષની વિદાય થતાં થતાં ટીમ ઇન્ડિયાના નામે ટેસ્ટમાં સૌથી ઓછા સ્કોરનો ખરબા રેકોર્ડ (36 રન) નોંધાયો. તે પણ વિરાટની કેપ્ટનશિપમાં. જ્યારે તે પેટરનેટિવ લીવ પર ભારત પરત આવી ગયો તો. નવા કેપ્ટન અજીંકય રહાણે શાનદાન સદી ફટકારી ટીમને ભવ્ય જીત પણ અપાવી.

  • એક માત્ર સિદ્ધિ, દાયકાનો ICCનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ચૂંટાયો

વિરાટ કોહલી માટે વર્ષના અંતે એક સારા સમાચાર એ રહ્યા કે તે ICCના એવોર્ડ્સમાં બીજી મારી ગયો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડે કોહલીને દાયકોના શ્રેષ્ઠ મેન્સ ક્રિકેટર તરીકે પસંદ કર્યો.

ઉપરાંત તે ત્રણેય ફોર્મેટ (ટે્સટ, વનડે, ટી-20)ની આઇસીસીની દાયકાની ટીમમાં સ્થઆન મેળવનાર વિશ્વનો એક માત્ર ખેલાડી પણ રહ્યો.

  • 2021માં વિરાટ પિતા બનશે

વિરાટ કોહલી માટે આવનારું વર્ષ 2021 ખુશી લાવનારુ રહેશે. તેના ઘરે એક સંતાનનું આગમન થવાનું છે. તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા વર્ષના પ્રારંભમાં જ બાળકને જન્મ આપે તેવી પુરી સંભાવના છે.

જેના માટે વિરાટ અધ વચ્ચે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છોડી પેટરનિટી લિવ પર ભારત પરત આવી ગયો છે. જેથી પત્ની અનુષ્કાને હૂંફ મળી રહે.

  • કોરોનાના વર્ષમાં અનેક પડકારો રહ્યા

કોરોના મહામારીના આ વર્ષમાં રમતગમત ક્ષેત્રે પણ અનેક પડકારો રહ્યા. ઓલિમ્પિક જેવી ગેમ્સ પણ રદ કરવી પડી. પ્રેક્ષકો મેદાનથી દૂર રહ્યા. પરંતુ છેલ્લે છેલ્લે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ દુબઇમાં આઇપીએલ રમાડવાનો નિર્ણય લેતા ખેલ પ્રસંશકોને આનંદ મળ્યું.

(4:47 pm IST)