Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ મેદાન પર કરશે વાપસી

સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમમાં શ્રીસંતને સામેલ કરાયો

મુંબઈ : ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સાત વર્ષના પ્રતિબંધ બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. આગામી મહિને યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમમાં શ્રીસંતને સામેલ કરવામાં આવ્યો છે. સ્ટેટ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરેલી ટીમના ખેલાડીઓની યાદીમાં તેને સામેલ કરાયો છે. આ ટૂર્નામેન્ટ 10 જાન્યુઆરીથી મુંબઈમાં રમાશે.

(12:00 am IST)