Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

આઇસીસીએ પસંદ કરી ર૦૧૮ ની મહિલા ટી-ર૦ ટીમ : હરમનપ્રિત કેપ્ટન બન્યા

આઇસીસીએ ર૦૧૮ ની પોતાની મહિલા ટી-ર૦ ટીમ પસંદ કરી છે. જેના કેપ્ટન હરમનપ્રિત કૌરને બનાવાયા છે.  હરમનપ્રિત ઉપરાંત આ ટી-ર૦ ટીમમાં ભારત તરફથી સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ સામેલ છે. આ ઉપરાંત આઇસીસીએ ર૦૧૮ ની પોતાની મહિલા વન-ડે ટીમ પણ પસંદ કરી છે જેમા મંધાના અને પૂનમને જગ્યા મળી  છે.

(10:46 pm IST)