Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કોહલીએ બુમરાહના કર્યા ભરપૂર વખાણ: ગણાવ્યો વિશ્વ સર્વશ્રેષ્ઠ બોલર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટમાં વિજય મેળવતાની સાથે ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં -૧થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારતની જીતમાં મહત્વનું પ્રદાન કરતાં બુમરાહે પ્રથમ ઈનિંગમાં અને બીજી ઈનિંગમાં ત્રણ એમ કુલ નવ વિકેટ ઝડપી હતી. કોહલીએ બુમરાહના ભારોભાર વખાણ કરતાં તેને વિશ્વનો શ્રેષ્ઠ બોલર ગણાવ્યો હતો અને કહ્યું હતુ કે, બુમરાહ જેવા ઘાતક બોલરની સામે બેટીંગ કરવાનું તો હું પણ પસંદ કરૃકોહલીએ બુમરાહની ખાસિયત ગણાવતા કહ્યું હતુ કે, તેની સફળતાનું રહસ્ય માત્ર તેની બોલિંગ એક્શનમાં નહિ પણ તેના ચતુરાઈભર્યા દિમાગમાં છુપાયેલું છે. તેને છેલ્લા ૧૨ મહિનાથી મેં જોયો છે. તે ક્યારેય - કોઈ પણ પ્રકારની પીચ જોઈને હતાશ થતો નથી. હંમેશા પીચનો ફાયદો ઉઠાવીને ટીમને જીતવામાં કેવી રીતે મદદ કરવી તે અંગેના વિચારો તેના મનમાં ચાલતા હોય છેભારતીય કેપ્ટને કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં જે પ્રકારે તે ઝડપથી મેચ્યોર બની ગયો છે અને અસરકારક રીતે બોલિંગ કરી રહ્યો છે, તે દુનિયાભરના બેટ્સમેનો માટે ભયજનક સંકેત છે. જો પર્થ જેવી પીચ હોય તો હું પણ બુમરાહ જેવા ઘાતક બોલરનો સામનો કરવાનું પસંદ કરું. તે દરેકની સામે ભિન્ન પ્રકારની બોલિંગ કરી શકે છે. પીચનો ફાયદો કેમ ઉઠાવવો તે બુમરાહ અન્ય કોઈ બેટ્સમેન કરતાં પણ વધુ સારી રીતે જાણે છે, તેના કારણે તે સફળ છે.

(6:02 pm IST)