Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ભારતીય ક્રિકેટર મહેન્‍દ્રસિંહ ધોની નવા લુકમાં સોશ્યલ મીડિયામાં છવાયો

વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ વન-ડે મેચની શ્રેણીના એક દિવસ પહેલા એમએસ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફોટોમાં ધોની નવા લુકમાં જોવા મળતો હતો. તેણે થોડી ફ્રેન્ચ કટ દાઢી રાખી હતી. મુછ કાપી નાખી હતી. ધોની લુકમાં ગજબ લાગતો હતો. જોકે ગુવાહાટી વન-ડે દરમિયાન તેણે લુકને બદલી નાખ્યો હતો. તેણે પોતાની ફ્રેન્ચ દાઢી કાઢી નાખી હતી.

ધોનીના નવા લુકને સોશિયલ મીડિયામાં તેના પ્રશંસકોએ ઘણો પસંદ કર્યો હતો. ધોનીનો લુક હંમેશા ચર્ચામાં રહે છે. ધોની અલગ-અલગ પ્રકારની હેરસ્ટાઇલમાં જોવા મળે છે. ધોનીની બેટિંગ અને વિકટકિપીંગ સિવાય તેની સ્ટાઇલના પણ ઘણા દિવાના છે.

ધોનીની હેર સ્ટાઇલ તેની ઓળખાણ છે. છેલ્લા 10 વર્ષમાં ધોનીના વાળ હંમેશા ચર્ચામાં રહ્યા છે. ધોનીના સ્ટાઇલની પ્રશંસા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ પણ કરી ચૂક્યા છે.

(6:24 pm IST)