Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

લક્ષ્ય સેનને યુથ ઓલમ્પિકની બેન્ડમિન્ટમાં મળ્યું રજત પદક

નવી દિલ્હી: ભારતના યુવા બેડમિંટન સ્ટાર લક્ષ્ય સેનને આર્જેન્ટીનામાં ચાલી રહેલા યુથ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. બેડમિંટનની બોઇઝ સિંગલ્સની ફાઈનલમાં લક્ષ્ય સેનને ચીનના લી શિફેંગને ૧૫-૨૧, ૧૯-૧૨થી હારનો સામનો કરવો પડયો હતો. લક્ષ્યે વિવિધ દેશોના ખેલાડીઓને ભેગા કરીને બનાવેલી ટીમો વચ્ચેની સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જોકે લક્ષ્યનો ગોલ્ડ યુથ ઓલિમ્પિકમાં ભારતની મેડલ ટેલિમાં સામેલ કરવામાં આવ્યો નહતોજુનિયર એશિયન ચેમ્પિયન લક્ષ્ય સેને યુથ ઓલિમ્પિક શાનદાર દેખાવ કરતાં ફાઈનલ સુધીની સફળ ખેડી હતી. ફાઈનલમાં તે ચીનના લી શિફેંગ સામે ૧૫-૨૧, ૧૯-૨૧થી હારી ગયો હતો. ૧૭ વર્ષીય ભારતીય બેડમિંટન ખેલાડીએ ૪૨ મિનિટ સુધી જોરદાર સંઘર્ષ કર્યો હતો. ભારતીય ખેલાડી લક્ષ્યે કહ્યું કે, મારા હરિફનો દેખાવ ઘણો સારો રહ્યો હતો અને હું મેચમાં પાછા ફરવાની તકોને ઝડપી શક્યો. જોકે હું સિલ્વર મેડલથી ખુશ છું. એલિટ ચેમ્પિયનશીપની બેડમિંટન  ઈવેન્ટમાં દેશને બીજો મેડલ અપાવતા હું ગર્વ અનુભવી રહ્યો છુંભારતે સાથે યુથ ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડની સાથે ચોથો સિલ્વર મેડલ જીત્યો હતો. દરમિયાનમાં યુથ ઓલિમ્પિક કમિટિએ ભારતના લક્ષ્ય સેન, ઈટાલીના જીઓવાની ટોલી, કમ્બોડિયાના વાનાથોન વાથ, કેનેડાના બ્રાયન યંગ, શ્રીલંકાની હસિનિ નુસાકા, બુલ્ગારિયાની મારિયા ડેલ્ચેવા, અમેરિકાની જેની ગાઈ અને સ્વિડનની અશ્વાથી પિલ્લાઈની ટીમ બનાવી હતી અને તેને આલ્ફા નામ આપવામાં આવ્યું હતુ. પ્રકારે ચાર બોઈઝ અને ગર્લ્સને ભેગા કરીને આઠ ખેલાડીઓને ટીમ બનાવવામાં આવી હતી અને તેમાં લક્ષ્યની ટીમ ચેમ્પિયન બની હતી. જોકે ગોલ્ડ મેડલ ભારતની ઓફિસિઅલ મેડલ ટેલીમાં સામેલ કરવામાં આવ્યો નહતો.

 

(4:59 pm IST)